LET US ALL BECOME NOBLE-RIGHTEOUS-HONORABLE, in one word, AN ARYA, आर्यः

Sanskrit word 'arya' 'is an adjective that stands for nobleness, righteousness, honorable etc put together, as a quality of an arya person. Applied in its noun form, an 'Aryah' (आर्यः) indicates a noble-rightoeus- honorable person. It was never a race signifying word as what seems to have come to mean today. But the errorneous interpretations made in those days of limited knowledge and limited technology divided people on Aryan-Dravidian-indegenous etc imaginative and unexisting 'races'. AIT has been proved completely wrong and so the racial existence of 'Aryan, or "Dravidian" or "Indegenous" races in India. There is no special DNA or gene marker indicative of a race-separation among India's so called indegenous, southern or northern Indians. Essentially the suffix "n" in the commonly employed term "Aryan", is technically an error. It can just be 'Arya' in English or in Sanskrit, 'आर्यः' Let us implore everyone to become noble individuals, the Arya or an Aryah. Everyone, whatever your faith be, say Christians, Muslims, Hindus, Jews or atheism, whatever be your political beliefs, communists, socialist, royalist or capitalists, whatever be your status, rich or poor, clever or dumb, weak, meek or bully, everone can evolve, can become Noble or say Arya. In the current 'identity' driven divided society and in the heightened 'Oppressor-Oppressed' divide, the wisdom of this ancient tradition is a ray of hope for the world. In one word, that ancient wisom, that ancient tradition is called "Hinduism". Hinduism means, "Include-everyone", Respect all Beliefs", "Other is not other". "World is one family" "Let Everyone be happy and Healthy", Hinduism knew from the time immemorial, how to celebrate individuality of each person and each group. Idea behind this blog is to bring out those ancient ideas, bring out innate goodness and potentials by highlighting various known and unknown facts from within the ancient land of India. He has special facination for the erstwhile but now nearly extinct Pagan communities of the world. He feels connected with them on account of shared importance they both attach to nature-worship.

Saturday, January 7, 2012

ઉત્તરાયણ, મકર-સંક્રાંતિ

પતંગ, તલસાંકડી, ભિષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ, ગંગા-સ્નાન, પ્રકાશનો અંધકાર પર વિજય વિ. તો આપણે જાણીએ છીએ માટે ચાલો આ મકર-સંક્રાંતિના પર્વ ટાણે, કાંઈક નવું, બીજું પણ જાણી લઈએ.

ઉત્તરાયણ કે મકર-સંક્રાંતિ આ બન્ને ખૌગોલીક શબ્દો છે, જેનો સંબંધ નિસર્ગ અને નિસર્ગદત્ત ઘટનાઓ સાથે છે. હાલના કાળમાં વિશ્વભરની પ્રજા પ્રકૃતિ માટે ભલે ઘણી જાગ્રુત જણાય છે પરંતુ ભાગ્યેજ ક્યાંય નૈસર્ગીક ઘટનાઓને યાદ કરીને લોકો ઉત્સવો ઉજવતા હશે. લગભગ બે હજાર વર્ષ પહેલાના જમાનામાં આવા ઉત્સવો વિશ્વભરમાં ઉજવાતા. એમાંય ઉત્તરાયણની સુર્ય ઉપાસના તો, એક યા બીજા નામે સહુથી વધુ પ્રચલીત હતી. બ્રિટનના સ્કોટલેન્ડમાં સ્થિત સ્ટોનહેન્જ ના અવશેષો અને આયરલેન્ડ સ્થિત ન્યુગ્રેન્જ ના અવશેષો આ વાતના જુના સાક્ષીઓ છે. ખ્રીસ્તી પંથના આગમન પહેલા, ઉત્તર યુરોપ (હાલના નોર્વે, સ્વીડન, ફીનલેન્ડ)માં તે સમયની પ્રજા સુર્યને “બીવ-દેવ” કહેતી અને ઉત્તરાયણને “બીવ-ઉત્સવ” તરીકે મનાવતી, ત્યાની વાઈકીંગ પ્રજા અને જુની જર્મેનીક પ્રજા “યુલ-ઉત્સવ” ઉજવતી, જુનુ રોમન રાજ્ય “બ્રુમાલીયા-ઉત્સવ” મનાવતી. પૂર્વ યુરોપના સ્લાવ, યુક્રેનીઓ તથા રશિયનો કરાચુન, કોલેવાદ કે ખોરોવાદ ઉજવતા. ઉત્તર અમેરીકાના મુળ વતનીઓ “સોયલાંગવુલ” , મધ્ય અને દક્ષિણ અમેરીકાની જુની ઈન્કા પ્રજા “ ઈન્તી રેમી” નામે ઉત્તરાયણ ઉજવતા. પશ્ચિમ એશિયામાં ખ્રીસ્તી તથા ઈસ્લામ પંથોના પ્રસાર પહેલા, ઝાગમુક, યાલ્દા વિગેરે ઉત્સવો ઉત્તરાયણ નિમિતે સુર્ય ભગવાન “ મિત્ર” ની ઉપાસના માટે ઉજવાતા. જે જે દેશો માં સેમેટીક પંથો (ખ્રીસ્તી-ઈસ્લામ) હજુ તેટલા પ્રસર્યા નથી, દા.ત. તિબેટ, ચીન, જાપાન, ભારત, નેપાલ, મીયાનમાર (બ્ર્હમદેશ), થાઈલેન્ડ, કમ્બોડીયા, લાઓસ. ત્યાં હજી સુધી જુદા જુદા નામે ઉત્તરાયણ ઉજવાય છે. ડોંગ-ઝી, યાઝુ-ઉત્સવ, મકર-સંક્રાન્તિ, માઘી, થીંગયન, સોંગક્રાન, મહા સોંગક્રાન અને પીમાલાઓ. આ ઉપરાંત, પાકીસ્તાનના ચિત્રલ પ્રાંતના વણવટલાયેલ પર્વતિય “કલશ” લોકો ચમોસ નામે ઉત્તરાયણ ઉજવે છે. જો કે સામ્યવાદી ચીન અને તેના અંકુશ હેઠળના તિબેટ, વિ. દેશોમાં, જ્યાં ભગવાન અને ધર્મને અનિચ્છનીય માનવા તે સરકારી નીતી છે, ત્યાં આ ઉત્સવ લગભગ નષ્ટપ્રાય થઈ રહ્યો છે.

ભારતમાં ભિન્ન ભિન્ન નામે ઉત્તરાયણ ઉજવાય છે. તેને મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ કે બીહુ તરીકે વિવિધ પ્રાંતના લોકો માણે છે. ગુજરાતમાં ઉત્તરાયણ તો જાણે એક મહા-ઉત્સવ છે જેની તૈયારી ઘણા દિવસ આગાઉથી શરૂ થઈ ગઈ હોય અને જેમાં અબાલવૃધ્ધો પતંગ ઉડાડે, તલસાંકડી ખાય, દાન કરે, નવા કાર્યો શરૂ કરે અને શીયાળાને વિદાય આપે. નિસર્ગ તે સમયે જે ફળ અને ધાન્ય આપે તે ઋતુદત્ત પદાર્થો, જેવા કે ઘંઉ-ચોખા, તલ, શેરડી, બોરા, વિ. દાનમાં અપાય.

વિશ્વે જે યાંત્રીક વિકાસ કર્યો અને તેમાં પણ અત્યારની જે વ્યાપારીક હરણફાળ ભરી છે તેમાં પૃથ્વીના ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ (જળચર તેમજ થળચર) અને પક્ષીઓનું નિકંદન નિકળી ગયું છે, હવા-પાણી ત્વરીત ગતીથી દૂષિત થઈ રહ્યા છે. લોકોએ પૃથ્વીનો અને તે પર વસતા જીવોનો લેશમાત્ર વિચાર કર્યા વગર પોતાની સાચી-ખોટી જરુરીયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે પૃથ્વી કેટલો સમય આ ભાર ઝીલી શકશે તે મોટી ચિંતાનો વિષય બની ચુક્યો છે. જે જીવન-પધ્ધતિ અમેરીકાના નાગરીકો પાળે છે, તે પધ્ધતિ પ્રમાણે જો જગત આખુંય રહે તો, વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે, આપણને સાત પૃથ્વીઓ જોઈએ. તેમની ઈકોલોજીકલ ફુટપ્રીંટ બહુ જ મોટી છે. ભારતની ફુટપ્રીંટ તે સરખામણીમાં ઘણી નાની છે. આજના ભારતની જીવન-પધ્ધતિથી જો જગતના સહુ માનવો જીવે તો માત્ર અડધી પૃથ્વીના સંસાધન જ વપરાય અને પૃથ્વી સાચવવાની જરાય ચિંતા ન રહે.

પરંતુ આ માટે આવા લેખો કે ભાષણો ના ચાલે. વિશ્વનો હું માલિક નથી પણ સેવક છું તે જ્ઞાન ગળથુથીમાં આપવું પડે અને જીવનભર કુનેહથી પીરસ્યા કરવું પડે. આ વાત જુના કાળના ઋષિઓ સારી રીતે સમજતા હતા અને તેથી જ આપણને એવા ઉત્સવો, પૌરાણીક વાર્તાઓ, ઐતિહાસીક વાતો અને અનેક બીજી સામગ્રીઓ આપી જેના વડે નિસર્ગ માટેની જાગ્રુતિ અને પ્રેમ આપણાં દૈનિક જીવનમાં સહજ રીતે સમાઈ જાય. નિસર્ગનું બહુમાન કરવા વાળા ઉત્સવો, દા. ત. ઉત્તરાયણ, મકર-સંક્રાંતિ, વસંત-પંચમી, શરદ-પુર્ણિમા, થૈપોંગલ, થૈપુસમ, છઠ વિ. ભારતિય સંસ્કૃતિની વિશેષતા છે. તે વડે, ભલે આપણે રોજીંદી પ્રવૃત્તિમાં ગળાડુબ હોઈએ, ભલે જીવનસંઘર્ષમાં વ્યસ્ત હોઈએ અને ભલે સુરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર વિ. સામે જોવાની આપણને ન ફુરસદ હોય કે ન જરુરીયાત, છતાં પણ નિસર્ગ આપણા જીવનમાં અનાયાસે વણાઈ જાય છે.

જો આપણે એમ માનીએ કે ભગવાને આ પૃથ્વી આપણને કામમાં આવે માટે બનાવીને આપણા હાથમાં તેનો વહીવટ કરવા મૂકી છે તો આ પૃથ્વીને આપણી ઈચ્છા પ્રમાણે વાપરી નાખીશું. મોટા ભાગના લોકોએ તે જ કર્યું છે અને પૃથ્વીને ચુંથી નાખી છે. આનાથી વિરુધ્ધ, ભારતિય સંસ્કૃતિનો સંદેશ એ છે કે પૃથ્વી આપણી મા છે અને એની સેવા કરવી તે આપણો પુત્ર-ધર્મ છે. મા ની પાસેથી ખપ પુરતું ભલે લેવાય પરંતુ તેના બીજા પણ દિકરાઓ છે, તેમને પણ મળી રહેવું જોઈએ, માટે અતિ-લોલુપ થઈ નિસર્ગને લુંટી ન શકાય. અને સારો પુત્ર એ કે જેટલું મા પાસેથી લીધું હોય તેનાથી બમણું કરીને પાછું આપે.

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્વ છે તે પ્રમાણેજ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું, તે જ કારણે મહત્વ છે. ન્યુઝીલેન્ડના માઓરી, જે ત્યાંના જુના મુળ-નિવાસીઓ છે, તેઓ “મારુઓરા-ઓ-તાકુઓરા” નામે અને ચીલી ના મુળ-નિવાસીઓ “ વી-ત્રીપાંતુ” નામે દક્ષિણાયન ઉજવે છે. તે દિવસથી સુર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે.

શિયાળામાં સુર્ય ખસતો ખસતો દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકરવૃત્તની લગભગ સામે પંહોચે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો થોડો નાનો થતો જાય. આમ થતા થતા, એ ક્ષણ આવે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રી સૌથી મોટી હોય. આ ક્ષણને “વીન્ટર સોલ્સ્ટીસ” કહેવાય. એ ક્ષણ પછીથી સુર્ય વળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત્ત તરફની ગતી શરૂ કરે અને દિવસ મોટો થતો જાય. આ ક્ષણ દર વર્ષે થોડી થોડી બદલાતી રહે છે કારણકે પૃથ્વી ઢળેલા-ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે. ૨0૧૧માં ખગોળશાસ્ત્રીય ગણત્રી પ્રમાણે આ સૌથી નાનો દિવસ ૧૦ કલાક-૫૦ મિનિટ-૧૦ સેકંડ નો ૨૨મી ડીસેમ્બરે હતો અને ૨૦૧૨માં તે દિવસ ૨૧મી ડીસેમ્બરે હશે. (વિશ્વના દરેક સ્થાનની સમય-ગણત્રી જુદી હોય, અહીં આપણે વિશ્વના સહુથી ઝડપે વિકસતા ગુજરાતના સુરત શહેરમાટેની ગણતરી આપી છે.) આ વિશિષ્ટ પરિભ્રમણને “પ્રીસેશનલ ઓરબીટ” કહેવાય, જે ૨૬,૦૦૦ વર્ષની હોય છે. આ પરિભ્રમણને લીધે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ ૨૬,૦૦૦ વર્ષના ચક્રમાં સતત બદલાતી રહે છે. આ કારણેજ, ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે. કોઈ પ્રજા ડીસેમ્બરની ૧૩મી, ૧૭મી, ૨૫મી અને ૨૬મીએ પણ ઉત્તરાયણ ઉજવે છે. આપણે આ ઉત્સવ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ.

જાણકારો, ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકર-સંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્વીક ભેદ છે તે સમજે છે. ઉત્તરાયણ એટલે સુર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંતિ એટલે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બન્ને ખૌગોલીક ઘટનાઓની ગણતરી પણ જૂદી. નિરાયણ પધ્ધતિથી હાલના કાળમાં મકર સંક્રાંતિ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલીક પધ્ધતિથી હાલના કાળમાં ઉત્તરાયણ ૨૧-૨૨ ડીસેમ્બરે ગણાય. ખૌગોલીક ઉત્તરાયણ પછી દિવસ ભલે વધતો હોય, પરંતુ તેમાં વધારો એટલો સુક્ષ્મ થાય છે કે તે વૈજ્ઞાનિક સાધનો વગર નોંધવો કઠણ છે. જ્યારે આપણી ૧૪-૧૫ જાન્યુઆરીની મકર-સંક્રાંતિ પછી દિવસ મોટો થતો સામાન્ય માણસ પણ જોઈ શકે છે. (૨૨ ડીસેમ્બરની ખૌગોલીક ઉત્તરાયણથી આપણી મકર-સંક્રાંતિ વચ્ચેના ૨૩ દિવસોમાં દિવસ માત્ર ૭ મિનિટ-૧૯ સેકંડ જ વધે, જ્યારે મકર-સંક્રાંતિ પછીના તેટલાજ ગાળામાં દિવસ ૧૯ મિનિટ-૯ સેકંડ વધે છે.) માટે, ભલે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકર-સંક્રાંતિ પછીથીજ દિવસ મોટો થતો અને રાત નાની થતીનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘ-દ્રષ્ટા આપણી સંસ્કૃતિ-દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે. જોકે, ૨૬,૦૦૦ વર્ષ લાંબી “પ્રીસેશનલ” પરિક્રમા દરમ્યાન એક ગાળો એવો જરુર આવે જ્યારે અમૂક સદીઓ સુધી આ બેઉ ઘટનાઓ એક જ દિવસમાં થતી હોય.

સુર્ય ઉપાસનાની એક એ વિશેષતા જાણવી જોઈએ. આ એક એવા દેવ છે કે જેની પૂજા-અર્ચના ૨,૦૦૦ વર્ષ પહેલાની હરએક સંસ્કૃતિઓ કરતી હતી. ઈજીપ્તમાં “ રા” નામે, ઈરાનથી યુરોપ સુધી “ મિત્ર” અથવા “મિથ્ર” નામે, જાપાનમાં “અમતેરસુ”, ઉત્તર યુરોપમાં “ બીવ” અથવા “ લુઘ”, રોમન સામ્રાજ્યમાં “ સોલ”, ગ્રીસમાં “ હેલીયોસ” અથવા “ એપોલો”, અમેરિકાના ઈન્કા લોકો “ ઈન્તી” અને મય લોકો “ કીનીશ-આહુ” નામે સુર્ય-દેવને પૂજતા. ભારત અને જ્યાં જ્યાં તેમની સંસ્કૃતિ પ્રસરી હતી તે વિસ્તારોમાં, જેવા કે નેપાળ, તિબેટ, ચીન, લંકા, મીયાનમાર, ઈન્ડોનેશીયા, મલયેશીયા, થાઈલેન્ડ વિ. દેશોમાં તો સુર્ય-દેવ અનેક નામોથી પૂજાતા. આધુનિક માનવોએ નિસર્ગમાં ભગવાન જોનારાઓને મુર્ખા ઠેરવીને નૈસર્ગિક સંપત્તીની બેફામ લુંટ ચલાવી અને હવે જ્યારે હાથના કર્યા હૈયે વાગે છે, “ક્લાઈમેટ-ચેંજ”, “ઓઝોન-હોલ”, “ગ્લોબલ-વોર્મીંગ”, “પોલ્યુશન” વિ. થી મૃત્યુ-ઘંટનો નાદ બહુ પાસેથી સંભળાવા લાગ્યો છે ત્યારે “ઈકોલોજીકલ-બેલેન્સ” ની ડાહી ડાહી વાતો કરે છે. ડાહ્યા કોણ? આધુનિકો કે સુર્ય ઉપાસકો?

ચાલો, જાગ્યા ત્યાંથી સવાર, બીજું કાંઈ નહિં પણ આપણે એ સંસ્કૃતિનું જતન તો કરીએ જેણે “ઉત્તરાયણ” અથવા “મકર-સંક્રાંતિ” શબ્દને એક ઉત્સવનું નામ જ માત્ર નહિં રાખતા, તેને એક વિશાળ રહસ્ય દર્શાવતી સંજ્ઞા કરી કાઢી, જેને ઉચ્ચારતાની સાથે જ આપણા સ્મૃતિ-સમુદ્રના પેટાળમાંથી પતંગ-ફિરકી-માંજાની સાથે સાથે ખગોળ, ભૂગોળ, ઋતુ, વિ. આપણા કોઈ ખાસ પ્રયત્ન વગર સપાટી પર બહાર આવીને નિસર્ગની હુંફ સાથે યાદ આપી જાય છે.





5 comments:

Kiran Shah said...

Good research.
very informative and thought provoking.

Rajeev said...

નીલેશ ભાઈ, મજા આવી, ઘણી નવી વસ્તુ જાણી, વધુ તો આજીવન વિદ્યાર્થી નીલેશ ભાઈ નો નવો અંદાજ જાણ્યો.

દુર્ભાગ્ય ની વાત છે કે "ભારીતીય સંસ્કૃતિ નો પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉપર ના પ્રભાવ" આ વિષય પર લગભગ નહીવત અભ્યાસ થયો છે....દર વખતે લાગે છે કે આપણે perpetually ઈતિહાસ ના કંગાળ અભ્યાસુ ને લેખક રહ્યા છીએ ને રહેશું. તમારો બ્લોગ એક સુંદર લહેરખી લાગ્યો પણ...રાહ જોઈએ છે એક વાવાજોડા ની...

Nilesh M Shukla said...

Kiran Bhai, Thanks for your comment. I appreciate your indulgence.

Dear Rajiv Bhai, Thank you very much for your remark, especially from person like you who have done in-depth studies of our culture. As regards to your other remark touching upon influence of Indian Sanskruti, I highly recommend you to read new book "Being Different" written by Rajiv Malhotra. It is really a game changer in this regards. You would enjoy it.

mr chakachak said...

good to read this..thanks a lot

Nilesh M Shukla said...

Dear Chakachak,

Thanks for your comment. You may also like to read http://hindu-temple-management.blogspot.ca/